SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 19 August 2014

લંડનનો આ બહુરૂપી કૂતરો ભંડોળ એકઠું કરે છે (અવનવું )


અવનવું : તેજસ વૈદ્ય
આજકાલ સિનેમાઘરોમાં 'એન્ટરટેઇનમેન્ટ' નામની ફિલ્મ ચાલી રહી છે. જેમાં એક શ્વાન ફિલ્મનો હીરો છે અને અક્ષયકુમાર સાઇડ હીરો છે. લંડનમાં પણ આવો જ એક કૂતરો એન્ટરટેઇનમેન્ટનું કેન્દ્ર બન્યો છે. કેવિન નામના કૂતરાએ વિવિધ સેલિબ્રિટીઝ તેમજ ફિલ્મી કલાકારો જેવાં ફેન્સી કપડાં પહેરીને ફોટા પડાવ્યા છે અને ચેરિટી માટે ભંડોળ ઊભું કરી રહ્યો છે. કૂતરાને તો બાપડાને કંઇ ફેન્સી ડ્રેસ કે ચેરિટી કે ભંડોળ એવું ખબર ન પડે એ સમજી શકાય એવી વાત છે.
વાત એમ છે કે કૂતરાની માલિકણ વેલ ટક નામની મહિલા છે, જે કોલેેજમાં વિદ્યાર્થીઓને સાઇકોલોજી ભણાવે છે. એ બહેનને પોતાના પાલતુ કૂતરા કેવિનને શણગારવાના ભારે કોડ છે. તેથી તે બહેને કૂતરાને વિવિધ સેલિબ્રિટીઝ કે ફિલ્મી કલાકારોનાં રૂપોમાં શણગારીને એના ફોટા પાડીને ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ માધ્યમો પર ચિપકાવ્યા. પછી એવું થયું કે લોકોની ડિમાન્ડ આવવા માંડી કે હવે તમે શ્વાનને અમેરિકન હાર્ડ રોક બેન્ડના ગિટારિસ્ટ અને સંગીતકાર સ્લેશ જેવાં કપડાં પહેરાવો. ફિલ્મ 'સાઉન્ડ ઓફ મ્યુઝિક'ની હિરોઇન જુલી એન્ડ્રુઝ જેવાં કપડાં પહેરાવો. એને પ્લે બોય એમ્બેસેડર બન્નીની જેમ શણગારો વગેરે વગેરે. વેલ ટક બહેન શણગારતાં ગયાં અને સોશિયલ માધ્યમો પર તેની તસવીરો ચઢાવતાં ગયાં અને વાહવાહી મેળવતાં ગયાં. દરમિયાન ત્યાંની જસ્ટ ગિવિંગ નામની એક ચેરિટી સંસ્થાનું તેમના પર ધ્યાન ગયું. એ લોકો ચેરિટી માટે અવનવાં ક્રિએટિવ કરતૂત કરતાં લોકોને પસંદ કરતા હોય છે. એના માધ્યમથી ભંડોળ ઊભું કરીને જનસેવાનાં કામો કરતાં હોય છે. તેમણે કૂતરાની માલિકણને કહીને કૂતરાને કેન્દ્રમાં રાખીને કેમ્પેન શરૂ કર્યું છે. જસ્ટ ગિવિંગ સંસ્થા આવા ક્રિએટિવ પ્રકારના લોકોને સાંકળીને નેશનલ ફંડ રેઝિંગ એવોર્ડ આપે છે. જેમાં કેવિન કૂતરા ઉપરાંત પણ કેટલાંક લોકો નોમિનેટ થયા હતા. રસપ્રદ વાત એ છે કે કેવિને તો ફાઇનલીસ્ટ થવા સુધીની સફર ખેડી હતી.

No comments:

Post a Comment