SANKLAN

SANKLAN
SANKLAN

Wednesday, 13 August 2014

જાગ્રત રહો, સમયની યોગ્ય પળ રખે વેડફાઇ જાય!

 
 
 
 
ક્ષણ ગુમાવે એને જ્ઞાાન અને કણ ગુમાવે એને ધન ક્યાંથી મળે?
એક સ્પર્શી જાય એવું કટાક્ષયુક્ત કથન છે : Too many of us spend our time the way politicians spend our money.  જે રીતે રાજકારણીઓ આપણા પૈસા વાપરે (ઉડાવે) છે એ રીતે આપણામાંના મોટાભાગના માણસો પોતાનો સમય વાપરે છે-ઉડાવી દે છે. પળેપળનો ઉચિત ઉપયોગ કરવો, એટલું જ નહીં, પરંતુ આવનારી પળને ઓળખવી, સમજવી અને એમાં રહેલી તકોને ઝડપી લેવી એમાં જ માણસનાં સુખ અને સમૃદ્ધિનો આધાર રહેલો છે.
મનુષ્યનું ભાગ્ય સમયની યોગ્ય પળને પકડવા સાથે સંકળાયેલું છે. ઘણા માણસોમાં એ આવડત જન્મજાત હોય છે, પરંતુ બીજા માણસો પણ એ જરૃર શીખી શકે છે. સૌથી પહેલાં એ શીખવા માટે માણસને પોતાને સમયનું મહત્ત્વ સમજવું જરૃરી છે. જ્યાં સુધી માણસ સમયની અગત્ય સ્વીકારે નહીં ત્યાં સુધી સમય પારખવાની આવડત એનામાં આવતી નથી. સમયના પ્રવાહમાં હંમેશાં ભરતી-ઓટ આવ્યા કરે છે એ જોવા અને જાણવા માટે માણસે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.
દરેક માણસના જીવનમાં એવી પળો આવે છે જ્યારે એણે નક્કી કરવાનું હોય છે કે અમુક કામ કરવું કે ન કરવું? અમુક વાત કહેવી કે ન કહેવી? બોલવું કે મૂંગા રહેવું? સમયની પળની આ પિછાન માનવીના જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. લગ્નજીવન, લોકવ્યવહાર, કામ કરવાની પદ્ધતિ, દરેક બાબતમાં જે સમયની યોગ્ય પળ ઉપર પ્રભુત્વ મેળવી શકે છે તેને સફળતા પાછળ દોડવું પડતું નથી- સફળતા તેની પાછળ દોડતી આવે છે.
સમયની પળને ઓળખવાનું મહત્ત્વ સમજ્યાં પછી પળનો યોગ્ય ઉપયોગ કરવા માટે માણસે પોતાની જાતના આવેગોને કાબૂમાં રાખતાં શીખવું જરૃરી બને છે. ક્રોધ, ઈર્ષા, આવેશ, ડર કે ઉશ્કેરાટને વશ થઈને કશું જ કરવું ન જોઈએ. આ રીતે જાત ઉપર કાબૂ રાખવાનું માણસ માટે મુશ્કેલ તો હોય છે જ અને વારંવાર એનો ભંગ થવાની શક્યતા રહેલી છે, પરંતુ અભ્યાસથી કાબૂ મેળવવાનું શક્ય બને છે.
પાડવી જોઈએ. માત્ર વર્તમાનનો જ વિચાર કરવાના બદલે પોતે જ કંઈ કરશે એની ભવિષ્યમાં શું અસર પડશે એનો વિચાર પણ માણસે કરવો જોઈએ. એક કામ કરવાથી આજે, આ પળે કશું જ પ્રાપ્ત થતું હોય, પણ ભવિષ્યનું આખું ચિત્ર જ બદલાઈ જતું હોય એવું બને. ઘઉંનો જે દાણો ખેડૂત જમીનમાં નાખે છે એ થોડી વાર તો નષ્ટ થઈ ગયેલો દેખાય છે, પરંતુ સમય જતાં એક દાણામાંથી ઘઉંના અનેક દાણા ઊગી નીકળે છે.

No comments:

Post a Comment